રાજકોટ શહેર સિવિલમાં કોવિડ હોસ્પીટલમાંથી રીફર ઓક્સિજન સાથેના દર્દીનું સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર માં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી ઓક્સિજન સાથે એક દર્દીને સ્ટ્રેચર ઉપર અન્ય વોર્ડમાં શિફ્ટ કરાતું હતું. દરમિયાન કોવિડ બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં જ સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલીક બીજા સ્ટ્રેચરને લાવી તેમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ સિવિલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર ખાબક્યું હતું. ત્યારે આજે ફરી બેદરકારી સામે આવી હતી. સિવિલમાં નવુ નક્કોર સ્ટ્રેચર તૂટી પડતા હોસ્પિટલમાં આવતા સાધનોની ગુણવતા ઉપર સવાલો ઉઠ્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 178